LATEST

A+ કેટેગરીમાં 3 સ્ટાર ખેલાડીઓને સ્થાન

નેપાળ ક્રિકેટ એસોસિયેશન (CAN) એ મેન્સ અને વુમેન્સ બંને ટીમો માટે નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી છે. 25 મેના રોજ જાહેર કરાયેલા આ કરારમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા પ્રતિભાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. નેપાળ ક્રિકેટ હાલમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2માં ભાગ લઈ રહ્યું છે અને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મેન્સ ટીમમાં કેપ્ટન રોહિત પૌડેલ, સ્ટાર ઓલરાઉન્ડર દીપેન્દ્ર સિંહ ઐરી અને અનુભવી લેગ સ્પિનર સંદીપ લામિછાનેને A+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે આસિફ શેખ, કરણ KC, કુશલ ભુર્તેલ અને સોમપાલ કામીને A કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.

B કેટેગરીમાં આરિફ શેખ, ભીમ શાર્કી, ગુલશન ઝા, લલિત રાજબંશી અને નંદન યાદવને સ્થાન મળ્યું છે. બીજી તરફ કુશલ મલ્લા, બિનોદ ભંડારી, સુન્દીપ જોળા અને અર્જુન કુમાલ જેવા ખેલાડીઓને C કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

CAN એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કેટેગરી પણ બનાવી છે, જેમાં દેવ ખાનાલ, અર્જુન સાઉદ, બિપિન ખત્રી, નારાયણ જોશી અને રાશિદ ખાન જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

મહિલા ટીમમાં કેપ્ટન ઇન્દુ બર્મા, પૂજા મહતો, રૂબિના ક્ષેત્રી અને સીતા રાણા મગરને A કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે કવિતા કુવર, મનીષા ઉપાધ્યાય અને ખડકાને B કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. CAN દ્વારા મહિલા ક્રિકેટ અને યુવા પ્રતિભાઓ પર આપાયેલું ખાસ ધ્યાન નેપાળ ક્રિકેટના ભવિષ્ય માટે સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version