ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓની સતત વધી રહેલી ઈજાની સમસ્યાને ધ્યાનમાં રાખીને ફિટનેસ અંગે કડક વલણ અપનાવ્યું છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં બોર્ડે હવે તમામ ખેલાડીઓ માટે એકસરખા ફિટનેસ ધોરણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ જવાબદારી ટીમ ઈન્ડિયાના મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટ કમલેશ જૈનને સોંપવામાં આવી છે.
અહેવાલ અનુસાર અત્યાર સુધી દરેક ખેલાડી માટે અલગ-અલગ પ્રકારના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવતા હતા. તેના કારણે ફિટનેસનું યોગ્ય મૂલ્યાંકન થતું નહોતું અને ઈજાના જોખમમાં પણ વધારો થયો હતો. હવે BCCI તમામ ખેલાડીઓ માટે બ્રોન્કો ટેસ્ટ અને 2 કિલોમીટર રનને મૂળભૂત ફિટનેસ ટેસ્ટ તરીકે અમલમાં મૂકવાની તૈયારીમાં છે.
કમલેશ જૈનની દેખરેખ હેઠળ ખેલાડીઓની ફિટનેસ પર સતત નજર રાખવામાં આવશે. કોઈ પણ ખેલાડી નક્કી કરાયેલા ફિટનેસ માપદંડો પૂર્ણ નહીં કરે તો તેને ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે. બોર્ડનું માનવું છે કે મજબૂત ફિટનેસથી માત્ર ખેલાડીઓનું પ્રદર્શન જ નહીં, પરંતુ ઈજાના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
BCCIનું લક્ષ્ય માત્ર સિનિયર ટીમ પૂરતું નથી. ઘરઆંગણે રમતા ક્રિકેટરો અને ભાવિ ભારતીય ખેલાડીઓ માટે પણ સમાન ફિટનેસ સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોર્ડ ઈચ્છે છે કે દરેક ખેલાડી એકસરખા ધોરણો પર તૈયાર થાય જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતને વધુ મજબૂત અને ફિટ ટીમ મળી શકે.
આ નવા નિયમો આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝ અને સ્થાનિક ક્રિકેટમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હવે ભારતીય ક્રિકેટમાં પ્રતિભા સાથે ફિટનેસ પણ ટીમમાં સ્થાન મેળવવાનો સૌથી મોટો માપદંડ બનશે.
🚨 REPORTS 🚨
BCCI and the Centre of Excellence (CoE) are reportedly revamping Team India’s fitness programme after the disappointing UK tour and recurring injury concerns.
The board is set to replace customised fitness parameters with standard Bronco and 2K Test benchmarks.… pic.twitter.com/rfEJMOda3z
— Sportskeeda (@Sportskeeda) August 6, 2026

