
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2024-2031 દરમિયાન ICC પુરુષોની વ્હાઇટ બોલ ટુર્નામેન્ટ માટે 14 યજમાન દેશોના નામની જાહેરાત કરી. બે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ, ચાર ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ અને બે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ઇવેન્ટની યજમાની માટે 11 પૂર્ણ સભ્યો અને ત્રણ એસોસિયેટ સભ્યોની પસંદગી કરવામાં આવી છે.
યુએસએ અને નામિબિયા પ્રથમ વખત ICC વર્લ્ડ કપ ઇવેન્ટની યજમાની કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે આ પહેલા પણ મોટી ઈવેન્ટ્સની યજમાની કરી ચુક્યા છે અને આગામી દાયકામાં ફરીથી કરશે.
Are you ready for the best-ever decade of men’s white-ball cricket?
Eight new tournaments announced 🔥
14 different host nations confirmed
Champions Trophy officially returns https://t.co/OkZ2vOpvVQ pic.twitter.com/uwQHnna92F— ICC (@ICC) November 16, 2021
આ દેશો 2024-2031 દરમિયાન યોજાનારી ICC ટુર્નામેન્ટની યજમાની કરશે:
2024 મેન્સ ટી-20 વર્લ્ડ કપ – યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ
2025 ચેમ્પિયન્સ ટ્રોફી – પાકિસ્તાન
2026 મેન્સ ટી-20 વર્લ્ડ કપ – ભારત અને શ્રીલંકા
2027 મેન્સ વર્લ્ડ કપ – દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયા
2028 મેન્સ ટી-20 વર્લ્ડ કપ – ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
2029 ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત
2030 મેન્સ ટી-20 વર્લ્ડ કપ – ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ
2031 મેન્સ વર્લ્ડ કપ – ભારત અને બાંગ્લાદેશ
સૌરવ ગાંગુલી અને રિકી સ્કેરીટ સાથે માર્ટિન સ્નેડનની આગેવાની હેઠળની બોર્ડ પેટા સમિતિની દેખરેખ હેઠળ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા યજમાનોની પસંદગી કરવામાં આવી હતી. ICC બોર્ડે સમિતિની ભલામણો સ્વીકારી, જેણે ICC મેનેજમેન્ટ સાથે દરેક બિડની સંપૂર્ણ સમીક્ષા કરી.
આગામી ચક્ર માટે ICC વિમેન્સ અને U19 ઇવેન્ટ માટે યજમાનોને ઓળખવા માટેની સમાન પ્રક્રિયા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ ફરી એક વાર વાપસી કરી રહી છે અને પાકિસ્તાન 2025માં તેની યજમાની કરશે.
