LATEST

PM મોદીએ કરી નેધરલેન્ડ ક્રિકેટ ટીમની પ્રશંસા

રાજકારણ અને ક્રિકેટનો સંબંધ લાંબા સમયથી ખાસ રહ્યો છે. ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ અનેક દેશોને જોડવાનું એક મજબૂત માધ્યમ પણ બન્યું છે. આ જ દૃશ્ય વડાપ્રધાન Narendra Modiના પાંચ દેશોના પ્રવાસ દરમિયાન નીદર્લેન્ડમાં જોવા મળ્યું, જ્યાં તેમણે ક્રિકેટ અને ભારતીય સમુદાયના યોગદાન અંગે ખાસ વાત કરી હતી.

નીદર્લેન્ડમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત દરમિયાન PM મોદીએ કહ્યું કે નીદર્લેન્ડ ક્રિકેટના વિકાસમાં ભારતીય મૂળના લોકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન નીદર્લેન્ડ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ભારતે આ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી અને અંતે ખિતાબ પણ જીત્યો હતો, પરંતુ નીદર્લેન્ડે પોતાની રમતથી વિશ્વ ક્રિકેટનું ધ્યાન ખેંચ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2026માં નીદર્લેન્ડ ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા અને નામીબિયા સાથે હતું. ટીમે નામીબિયા સામે જીત મેળવી હતી, જ્યારે ભારત, પાકિસ્તાન અને અમેરિકા સામે પરાજય ભોગવવો પડ્યો હતો. જોકે, હાર છતાં નીદર્લેન્ડે દરેક મેચમાં જોરદાર લડત આપી હતી અને મોટા દેશોને પડકાર આપ્યો હતો.

આ પહેલાં ODI વર્લ્ડ કપ 2023માં પણ નીદર્લેન્ડે શાનદાર રમત દેખાડી હતી. ટીમે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમોને હરાવીને ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં નીદર્લેન્ડ ક્રિકેટ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમાં ભારતીય સમુદાયનું યોગદાન પણ નોંધપાત્ર માનવામાં આવે છે.

PM મોદીના નિવેદન બાદ ફરી એકવાર ક્રિકેટ ડિપ્લોમસી અને રમત દ્વારા દેશો વચ્ચે વધતા સંબંધોની ચર્ચા તેજ બની છે.

Exit mobile version