ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ડર્બીની એક નાઈટક્લબ બહાર કાર્સેને પોલીસે હાથકડી પહેરાવીને લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, આ ઘટના શનિવાર રાત્રે બની હતી. કાર્સે પોતાની કાઉન્ટી ટીમ ડરહામના સાથી ખેલાડીઓ સાથે ડર્બીશાયર સામે 338 રનની શાનદાર જીત બાદ ઉજવણી કરવા નાઈટક્લબ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કાર્સે પોલીસ અધિકારીઓથી ઘેરાયેલા અને હાથકડીમાં જોવા મળે છે. તેની સાથે ડરહામના સાથી મેથ્યુ પોટ્સ પણ જોવા મળ્યા હતા, જ્યારે બેન સ્ટોક્સ પણ વીડિયોના પાછળના ભાગમાં નજરે પડ્યા હતા.
અહેવાલો અનુસાર, કાર્સેને થોડા સમય માટે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, પરંતુ તેને ધરપકડ કરવામાં આવી નહોતી અને બાદમાં કોઈ ચાર્જ વિના મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અંગે સત્તાવાર રીતે હજુ સંપૂર્ણ વિગતો સામે આવી નથી.
ECBએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે બોર્ડને ડર્બીમાં બનેલી ઘટનાની જાણ છે અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. કાર્સે હાલમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ છે. બીજી ટેસ્ટ 27 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે રમાવાની છે, જોકે આ ઘટનાની અસર તેમની પસંદગી પર પડશે કે નહીં તે અંગે ECBએ હજુ સ્પષ્ટતા કરી નથી.
આ ઘટના ઇંગ્લિશ ક્રિકેટમાં તાજેતરના નાઈટક્લબ અને શિસ્ત સંબંધિત વિવાદોની યાદી વધુ લાંબી બનાવે છે. અગાઉ પણ ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ નાઈટલાઇફને લઈને વિવાદોમાં આવ્યા હતા. હવે કાર્સેની ઘટના બાદ ટીમના ખેલાડીઓના મેદાન બહારના વર્તન અંગે ફરી સવાલો ઉભા થયા છે.
Brydon Carse under ECB investigation after video shows him handcuffed outside a Derby nightclub. 🏴 [Telegraph] pic.twitter.com/Dz8L1QbLmq
— Maina Singh (@Maina_Singhx77) August 23, 2026

