LATEST

RTI ખુલાસો, આ ભારતીય કેપ્ટન નો 6 વાર થયો ડ્રગ્સનો ટેસ્ટ

pic- mykhel

RTIમાં ખુલાસો થયો છે કે 2 વર્ષમાં કુલ 114 ભારતીય ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં સૌથી વધુ ડોપ ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માના થયા છે. રોહિતનો કુલ 6 વખત ટેસ્ટ કરવામાં આવ્યો છે જ્યારે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો એક પણ વખત ટેસ્ટ થયો નથી. તમને જણાવી દઈએ કે એન્ટી ડોપિંગ એજન્સી ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરાવે છે. BCCI વર્ષ 2019માં NADAમાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, 2021 અને 2022માં લગભગ 6 હજાર (5962) ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે, તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળે છે. રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ છેલ્લા 2 વર્ષમાં ચેન્નાઈ, અમદાવાદ, મુંબઈ અને UAEમાં ડોપ ટેસ્ટ કરાવ્યો છે. સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, પૂજારા સહિત 7 ક્રિકેટરોનો માત્ર એક જ વાર ડોપ ટેસ્ટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, દીપક હુડા, સંજુ સેમસન, શ્રીકર ભરત, વોશિંગ્ટન સુંદરનો એક પણ ટેસ્ટ થયો નથી.

Exit mobile version