ભારતના દિગ્ગજ ક્રિકેટર Sunil Gavaskar ફરી એકવાર પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ ક્રિકેટ નહીં પરંતુ પોતાના પારિવારિક સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગાવસ્કર સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક તેના મોબાઇલ ફોનની રિંગ વાગી. ફોન તેની પત્નીનો હોવાનું જાણતા જ તેણે ભાષણ વચ્ચે થોડી ક્ષણ માટે વિરામ લીધો અને કોલ રિસીવ કર્યો. આ દૃશ્ય જોઈ હાજર લોકોમાં હાસ્ય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
આ ઘટના મુંબઈના Rotary Club of Bombay Airport દ્વારા આયોજિત ‘Gift of Life’ પહેલના કાર્યક્રમમાં બની હતી. આ પહેલ હેઠળ લગભગ 850 ગરીબ બાળકોની મફત હૃદય સર્જરી કરવામાં આવી હતી અને તેના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગાવસ્કર અહીં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
વીડિયોમાં જોવા મળે છે કે ફોન વાગતા ગાવસ્કરે હસતાં કહ્યું, “આ તો મારી પત્નીનો ફોન હશે. મને યાદ અપાવવા માટે કે હું વધારે લાંબું ભાષણ ન આપું.” તેનું આ નિવેદન સાંભળતા જ સમગ્ર હોલમાં હાજર લોકો હસી પડ્યા અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું.
કાર્યક્રમ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. અનેક યુઝર્સે ગાવસ્કરની પ્રશંસા કરતાં કહ્યું કે વિશ્વના સૌથી ખતરનાક બોલરોનો સામનો કરનાર ક્રિકેટર પણ પત્નીના ફોનને અવગણી શકતા નથી. કેટલાકે તેને મજાકમાં “પુકી હસબન્ડ”નું નામ પણ આપ્યું.
ગાવસ્કરના આ સરળ અને પારિવારિક સ્વભાવને ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. ક્રિકેટ મેદાનની બહાર પણ તેઓ પોતાના સંસ્કારી અને નમ્ર વ્યક્તિત્વ માટે જાણીતા છે, અને આ વાયરલ ઘટનાએ ફરી એકવાર તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Sunny ji answering wife’s call in the middle of his speech 😁#SunilGavaskar pic.twitter.com/rknuJ4Rbqb
— lightningspeed (@lightningspeedk) June 5, 2026

