વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 (IND vs WI)માં જોરદાર બેટિંગ કરી. જ્યાં તેણે 44 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ સૂર્યકુમારે ભારત માટે T20માં સૌથી ઝડપી 100 છગ્ગાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
🚨 Milestone Alert 🚨
A SKY special! 👏 👏
Suryakumar Yadav completes a 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 💯 of Sixes in T20Is 💪 💪
Follow the match ▶️ https://t.co/3rNZuAiOxH #TeamIndia | #WIvIND pic.twitter.com/4YnGBC5dvO
— BCCI (@BCCI) August 8, 2023
ત્રીજી T20I માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 160 રનનો પીછો સારી શરૂઆત કરી શક્યો ન હતો કારણ કે ટીમની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વહેલા આઉટ થઈ ગયા હતા. જે બાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સની બાગડોર સંભાળી હતી. આ દરમિયાન તિલક વર્માએ પણ સૂર્યાનું જોરદાર સમર્થન કર્યું હતું.

