ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાનારી વ્હાઇટ-બોલ સિરીઝ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પેસ બોલિંગ કોચ Shaun Taitએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, ટેઇટ હવે બાંગ્લાદેશ ટીમ સાથે આગળ કામ કરવા માટે તૈયાર નથી અને તેણે આ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને જાણ પણ કરી દીધી છે.
ખાસ વાત એ છે કે શોન ટેઇટનો BCB સાથેનો કરાર નવેમ્બર 2027 સુધીનો હતો અને તેને લાંબા ગાળાની યોજનાઓને ધ્યાનમાં રાખીને ટીમ સાથે જોડવામાં આવ્યા હતા. જોકે હવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે અને ત્રણ T20 મેચોની મહત્વપૂર્ણ સિરીઝ પહેલા તેના અચાનક નિર્ણયે બોર્ડની ચિંતા વધારી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ટેઇટે પરિવારિક કારણોને પોતાના નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે. BCBના એક અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે હાલમાં એ સ્પષ્ટ નથી કે ટેઇટ ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ટીમના તૈયારી કેમ્પમાં જોડાશે કે નહીં.
પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ટેઇટે મે 2025માં બાંગ્લાદેશના પેસ બોલિંગ કોચ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેના માર્ગદર્શન હેઠળ બાંગ્લાદેશના યુવા ઝડપી બોલરો, ખાસ કરીને નાહિદ રાણા જેવા ખેલાડીઓએ નોંધપાત્ર પ્રગતિ કરી હતી. તેથી તેનું વિદાય લેવું ટીમ માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સામે સૌથી મોટો સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામેની મહત્વપૂર્ણ સિરીઝ પહેલા નવા પેસ બોલિંગ કોચની જવાબદારી કોને સોંપવામાં આવશે. ટેઇટના અચાનક નિર્ણયથી બાંગ્લાદેશના કેમ્પમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.
After 12 months in the role, Shaun Tait is stepping down to prioritise family time
Full story: https://t.co/zMcPcgOmEC pic.twitter.com/q8dTdZOFiR
— ESPNcricinfo (@ESPNcricinfo) June 4, 2026

