ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન Travis Head માત્ર પોતાની આક્રમક બેટિંગ માટે જ નહીં, પરંતુ પોતાની પર્સનલ લાઇફને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની પત્ની Jessica Head હાલ સોશિયલ મીડિયા અને ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે.
જૅસિકા પહેલા ગ્લેમર વર્લ્ડમાં મોડલ તરીકે કામ કરતી હતી. અનેક મોડેલિંગ એજન્સીઓ સાથે જોડાઈ ચૂકેલી જૅસિકાએ પોતાની સ્ટાઇલ અને વ્યક્તિત્વથી મોટી ઓળખ બનાવી હતી. મોડેલિંગ સિવાય તેઓ બિઝનેસ ક્ષેત્રમાં પણ સફળ માનવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે પણ જોડાયેલી છે.
ટ્રેવિસ હેડ અને જૅસિકાની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. જોકે લગ્ન પહેલાં જ તેઓ પેરેન્ટ્સ બની ચૂક્યા હતા. સપ્ટેમ્બર 2022માં તેની દીકરી મીલા જન્મી હતી, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
ફેન્સનું માનવું છે કે જૅસિકા ટ્રેવિસ માટે “લકી ચાર્મ” સાબિત થઈ છે. લગ્ન બાદ ટ્રેવિસ હેડના કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. તેણે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તાજેતરમાં IPL દરમિયાન ટ્રેવિસ હેડ અને Virat Kohli વચ્ચે થયેલા વિવાદ બાદ જૅસિકા ફરી ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કર્યા બાદ તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

