ભારતીય ક્રિકેટર Vijay Shankarએ તાજેતરમાં જ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પરંતુ નિવૃત્તિના માત્ર ત્રણ દિવસ બાદ જ તેના માટે નવી તકના દરવાજા ખુલી ગયા છે. હવે વિજય શંકર શ્રીલંકાની લોકપ્રિય T20 ટૂર્નામેન્ટ લંકા પ્રીમિયર લીગ (LPL) 2026માં રમતા જોવા મળશે. તેને કેન્ડી રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
35 વર્ષીય વિજય શંકર ભારત માટે 12 વનડે અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. તેઓ ખાસ કરીને 2019ના ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જ બોલ પર વિકેટ લેવા માટે ચર્ચામાં આવ્યા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેઓ “3D ક્રિકેટર” તરીકે પણ જાણીતા બન્યા હતા.
કેન્ડી રોયલ્સે આ વખતે પોતાની ટીમને વધુ મજબૂત બનાવવા માટે ઘણા અનુભવી ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ટીમમાં પહેલેથી જ Moeen Ali, Wanindu Hasaranga અને Angelo Mathews જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. હવે વિજય શંકરના આવવાથી ટીમને વધુ સંતુલન અને અનુભવ મળશે તેવી અપેક્ષા છે.
લંકા પ્રીમિયર લીગ 2026નું આયોજન 17 જુલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન થશે. ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે અને મેચો ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. આ લીગમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોવાથી તેનું વૈશ્વિક મહત્વ સતત વધી રહ્યું છે.
Vijay Shankar will play in the Lanka Premier League, having recently announced his retirement from Indian domestic cricket and the IPL https://t.co/IGx8gpyf0v
— ESPNcricinfo (@ESPNcricinfo) May 27, 2026

