LATEST

વિરાટ કોહલીના નામે ખેલાઈ રહી હતી ગંદી રમત?

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન Virat Kohli ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે મામલો મેદાનની બહારનો છે, જ્યાં જર્મન સિંગર અને ઇન્ફ્લુએન્સર Lizzlaj એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લિઝલાજે દાવો કર્યો છે કે કેટલાક પત્રકારોએ તેને વિરાટ કોહલી વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા અને તેની છબી ખરાબ કરવા માટે પૈસાની ઓફર કરી હતી. જોકે, તેણે આ ઓફરને સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી.

આ સમગ્ર વિવાદની શરૂઆત ઇન્સ્ટાગ્રામ પર થયેલા એક ‘લાઈક’થી થઈ હતી. વિરાટ કોહલીના એકાઉન્ટ પરથી લિઝલાજની જૂની પોસ્ટ લાઈક થઈ ગઈ હતી, જેમાં તે ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્ય સાથે જોવા મળી રહી હતી. કોહલી લિઝલાજને ફોલો કરતા ન હોવાથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝડપથી વાયરલ થયો હતો. ફેન્સે તેને લઈને અનેક મીમ્સ બનાવ્યા અને 2025માં થયેલા અવનીત કૌર લાઈક વિવાદ સાથે પણ સરખામણી શરૂ થઈ ગઈ.

લિઝલાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને શરૂઆતમાં વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી તરફથી મળેલા લાઈકથી ખુશી થઈ હતી, પરંતુ બાદમાં જ્યારે સોશિયલ મીડિયા પર કોહલીને ટ્રોલ કરવામાં આવ્યા ત્યારે તેને ખરાબ લાગ્યું. તેણે સ્પષ્ટ કહ્યું કે તે ક્યારેય કોહલીની છબીને નુકસાન પહોંચાડવા માંગતી નહોતી.

આ વચ્ચે IPL 2026માં પણ કોહલીનું ફોર્મ ચર્ચામાં રહ્યું છે. સિઝનની શરૂઆતમાં શાનદાર બેટિંગ કરનાર કોહલી છેલ્લા બે મેચોમાં સતત ‘ગોલ્ડન ડક’નો શિકાર બન્યા છે. તે છતાં Royal Challengers Bengaluru સતત જીત મેળવી રહી છે. હવે આગામી મહત્વપૂર્ણ મેચો અને પ્લેઓફ પહેલા કોહલી ફરી ફોર્મમાં વાપસી કરે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

Exit mobile version