LATEST

પેટ કમિન્સ બનશે ઓસ્ટ્રેલિયાનો સૌથી કિંમતી ખેલાડી

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કપ્તાન Pat Cummins માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સને લગભગ 12 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે ₹113 કરોડથી વધુનો ત્રણ વર્ષનો ખાસ કોન્ટ્રાક્ટ ઓફર કર્યો છે. આ ડીલનો મુખ્ય હેતુ એ છે કે કમિન્સ આગામી વર્ષોમાં પણ ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમને પ્રથમ પ્રાથમિકતા આપે.

હાલમાં કમિન્સ IPL 2026માં Sunrisers Hyderabad તરફથી રમે છે અને ટીમના કપ્તાન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેને IPLમાં દરેક સીઝન માટે અંદાજે ₹18 કરોડ મળે છે, પરંતુ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બાદ તેની વાર્ષિક આવકમાં મોટો વધારો થવાનો છે.

રિપોર્ટ મુજબ, આ નવા કરાર હેઠળ કમિન્સને દર વર્ષે લગભગ 4 મિલિયન ડોલર મળશે. સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભલે તે ઓછા મેચ રમે, તેમ છતાં તેને ગેરંટી પેમેન્ટ આપવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇચ્છે છે કે તેના સ્ટાર ખેલાડીઓ ફ્રેન્ચાઇઝ ક્રિકેટ કરતાં દેશ માટે વધુ ઉપલબ્ધ રહે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ હેડ James Allsoppએ જણાવ્યું કે ફ્રેન્ચાઇઝ ક્રિકેટના વધતા પ્રભાવ વચ્ચે ટોચના ખેલાડીઓને યોગ્ય મહેનતાણું આપવું ખૂબ જરૂરી બની ગયું છે. તેના મતે કમિન્સ લાંબા સમયથી તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તે આ પ્રકારના મોટા કરારના હકદાર છે.

આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે Travis Headને પણ ટૂંક સમયમાં આવો જ મોટો કરાર મળી શકે છે. આગામી 12 મહિનામાં ઓસ્ટ્રેલિયાને 21 ટેસ્ટ મેચ રમવાની હોવાથી બોર્ડ હવે પોતાના મુખ્ય ખેલાડીઓને લાંબા સમય સુધી સાથે રાખવા માંગે છે.

Exit mobile version