ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપની યજમાની બાંગ્લાદેશમાં થવાની છે. તે પહેલા ટીમ ઈન્ડિયા ઘરઆંગણે મહિલા પ્રીમિયર લીગની સીઝન 2માં ભાગ લેશે.
એકંદરે આ વર્ષ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ વ્યસ્ત રહેવાનું છે. ટીમ ઈન્ડિયાએ તેના કેલેન્ડર વર્ષ 2024ની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીથી કરી છે.
21 ડિસેમ્બર 2023 થી 9 જાન્યુઆરી 2024- ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 1 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમી રહી છે. ભારતે ટેસ્ટ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી 2-0થી જીતી લીધી છે, શ્રેણીની છેલ્લી મેચ 2 જાન્યુઆરીએ રમવાની છે. આ પછી ટી-20 શ્રેણી રમાશે. ભારતીય ટીમ ઘરઆંગણે આ શ્રેણી રમી રહી છે.
ફેબ્રુઆરી-માર્ચ 2024માં મહિલા પ્રીમિયર લીગ સીઝન-2 રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓ પ્રદર્શન કરતા જોવા મળશે.
ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ જશે. આ પછી, તેણે વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે.
સપ્ટેમ્બર- ICC મહિલા T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશ (યજમાન)
ડિસેમ્બર – વિ ઓસ્ટ્રેલિયા, ત્રીજી ODI
ડિસેમ્બર – વિ વેસ્ટ ઈન્ડિઝ, 3 ODI અને 3 T20, (ઘર)