જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ક્રિકેટ મેચ દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન 22 વર્ષીય યુવા ક્રિકેટર સુહેલ અહમદનું મેદાન પર જ અચાનક ઢળી પડ્યા બાદ નિધન થયું. આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગત અને સ્થાનિક ખેલપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
અહેવાલો અનુસાર, ભાલેસા પ્રીમિયર લીગમાં બાદશાહ ઇલેવન અને વાયસીસી કિશ્તવાડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. ભાલેસા ટીમ તરફથી રમતા સુહેલ અહમદે પોતાનો બોલિંગ સ્પેલ પૂર્ણ કર્યો હતો. ઓવર પૂરી કર્યા બાદ તેઓ અચાનક મેદાન પર ઢળી પડ્યા. શરૂઆતમાં ખેલાડીઓ અને દર્શકોને લાગ્યું કે કદાચ તેઓ અસ્વસ્થ થયા હશે, પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાતા તરત જ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ડૉક્ટરોએ તમામ પ્રયાસો કર્યા છતાં સુહેલ અહમદને બચાવી શકાયા નહોતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પ્રાથમિક માહિતી મુજબ હૃદયરોગનો હુમલો (સસ્પેક્ટેડ કાર્ડિયાક અરેસ્ટ) તેના મોતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર રીતે મૃત્યુનું ચોક્કસ કારણ તબીબી તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.
સુહેલ અહમદ ડોડા જિલ્લાના ભદ્રવાહ વિસ્તારના રહેવાસી હતા અને સ્થાનિક ક્રિકેટમાં પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઓળખાતા હતા. તેના અચાનક અવસાનથી પરિવાર, મિત્રો અને ક્રિકેટ સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાના પગલે મેચને તરત જ સ્થગિત કરવામાં આવી હતી અને ખેલાડીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તાજેતરના વર્ષોમાં રમતો દરમિયાન ખેલાડીઓને હૃદય સંબંધિત સમસ્યાઓના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટના ફરી એકવાર ખેલાડીઓ માટે નિયમિત આરોગ્ય તપાસ, ફિટનેસ પર ખાસ ધ્યાન અને મેદાન પર તાત્કાલિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ હોવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સુહેલ અહમદના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
जम्मू-कश्मीर के डोडा में क्रिकेट के मैदान से आई बुरी खबर.. देखते ही देखते.. खिलाड़ी की गई जान
Break Free News @SwetaSri27 #JammuKashmir #Doda #Cricket #Sports pic.twitter.com/6dFO56Scud
— Times Now Navbharat (@TNNavbharat) July 14, 2026

