ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ગુરુવારે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું. આ મેચમાં ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી હતી, જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાનો ‘પંજો’ ખોલ્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલા મોહમ્મદ શમીએ આ મેચમાં ભારે તબાહી મચાવી દીધી. મેચ પછી, શમીએ કહ્યું કે ICC ટુર્નામેન્ટમાં વિકેટ લેવી એ તેનું પ્રાથમિક લક્ષ્ય છે અને તેને ઇકોનોમી રેટની બિલકુલ પરવા નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે ભારતની છ વિકેટની જીત દરમિયાન શમીએ પાંચ વિકેટ લઈને ICC ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી અને 200 ODI વિકેટો પૂર્ણ કરનાર સૌથી ઝડપી ભારતીય અને એકંદરે બીજા ક્રમનો સૌથી ઝડપી બોલર બન્યો.
તેણે કહ્યું, ૧૪ મહિના પછી પાછા આવવું મુશ્કેલ હતું, તે ડંખે છે, દુખે છે. તેણે કહ્યું, મને ડોમેસ્ટિક (ક્રિકેટ) માં પ્રેક્ટિસ કરવાની તક મળી, જેના પરિણામે આટલું પ્રદર્શન થયું.જીત્યા પછી, તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો, પાકિસ્તાન સામે માનસિકતા એ જ રહેશે,” ચેમ્પિયન ઝડપી બોલરે 23 ફેબ્રુઆરીએ પરંપરાગત હરીફો સામેની બહુપ્રતિક્ષિત મુકાબલા વિશે કહ્યું. “તેમાં કોઈ સમસ્યા નથી.”