શ્રીલંકાના દાંબુલામાં રમાયેલી ત્રિકોણીય વન-ડે શ્રેણીની મેચ બાદ ભારત ‘A’ના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. શ્રીલંકા ‘A’ સામે સુપર ઓવરમાં મળેલી હાર બાદ વૈભવ અને કેટલાક શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જોકે હવે સામે આવેલા લગભગ 59 સેકન્ડના વીડિયોએ સમગ્ર ઘટનાની બીજી બાજુ પણ ઉજાગર કરી છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે મેચ પૂર્ણ થયા પછી વૈભવ સૂર્યવંશી અને તેના સાથી ખેલાડી સૂર્યાંશ શેડગે પેવેલિયન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાક શ્રીલંકન ખેલાડીઓએ તેની તરફ ટિપ્પણીઓ કરી હોવાનું જણાય છે. શરૂઆતમાં વૈભવ શાંતિથી આગળ વધતા દેખાય છે, પરંતુ બાદમાં પરિસ્થિતિ ગરમાતાં તેઓ પાછા વળે છે અને જવાબ આપે છે. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તણાવ વધી જાય છે.
વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે એક શ્રીલંકન ખેલાડી સૂર્યાંશ શેડગેની નજીક જઈને કંઈક કહે છે, ત્યારબાદ વૈભવ પોતાના સાથીના સમર્થનમાં આગળ આવે છે. પરિસ્થિતિ ધક્કામુક્કી સુધી પહોંચે તે પહેલાં જ બંને ટીમના સિનિયર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે પડીને મામલો શાંત કરાવે છે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાક ચાહકો વૈભવની આક્રમક પ્રતિક્રિયાની ટીકા કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ શરૂઆતમાં વિવાદ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર શિસ્તભંગની કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર ઘટનાએ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
यह वैभव सूर्यवंसी का पूरा वीडियो देखिए, पहले पहल पीछे से श्रीलंका के खिलाड़ियों ने की है
भारत के दोनों खिलाड़ी आराम से जा रहे थे लेकिन पीछे से उनकों परेशान किया pic.twitter.com/qjTNj5CTmR
— ममता ट्राबल (@Mamtasulaniya) June 15, 2026
