ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 2027ના વનડે વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું માનવું છે કે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ભારતીય ટીમમાં ફરી સ્થાન મળવું જોઈએ. તેના મતે દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિમાં ભુવનેશ્વરનો સ્વિંગ બોલિંગનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
અશ્વિને જણાવ્યું કે ભુવનેશ્વર કુમાર હજુ પણ સંપૂર્ણ ફિટ છે અને તેની બોલિંગમાં પહેલાની જેમ જ અસર જોવા મળે છે. ખાસ કરીને નવી બોલથી સ્વિંગ કરાવવાની તેની ક્ષમતા તેને અન્ય બોલરોથી અલગ બનાવે છે. અશ્વિને BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને ભુવનેશ્વર સાથે વાતચીત કરવાની અને તેને વર્લ્ડ કપની યોજનાઓમાં સામેલ કરવાની સલાહ આપી છે.
તાજેતરમાં IPL 2026માં ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 મેચમાં 28 વિકેટ ઝડપી પોતાની ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની આ સફળતા બાદ ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી અંગે ચર્ચાઓ તેજ બની છે.
નોંધનીય છે કે ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લી વનડે મેચ વર્ષ 2022માં રમી હતી. ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા છે, પરંતુ ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત સારો દેખાવ કરી રહ્યા છે. અશ્વિનનું માનવું છે કે મોટા ટૂર્નામેન્ટમાં અનુભવનું મહત્વ ખૂબ હોય છે અને ભુવનેશ્વર જેવા સિનિયર બોલર ટીમ માટે મેચ વિનર બની શકે છે.
હવે જોવાનું રહેશે કે ભારતીય પસંદગી સમિતિ અશ્વિનની આ સલાહને કેટલું મહત્વ આપે છે. આગામી મહિનાઓમાં ટીમ ઈન્ડિયા 2027ના વનડે વર્લ્ડ કપ માટે પોતાની કોર ટીમ તૈયાર કરશે, ત્યારે ભુવનેશ્વર કુમારનું નામ ફરી ચર્ચામાં રહેવાની પૂરી શક્યતા છે.
Ravichandran Ashwin backs Bhuvneshwar Kumar for a 2027 World Cup comeback! 🇮🇳
Ashwin believes Bhuvneshwar should be told to play across the domestic season and be prepared for South Africa, backing the veteran to return to India’s ODI plans. 👀🔥#BhuvneshwarKumar… pic.twitter.com/ARbBxrxFPa
— Sportskeeda (@Sportskeeda) August 1, 2026
