વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમની કેપ્ટન હેલી મેથ્યૂઝે આયર્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને 9 વિકેટે યાદગાર જીત અપાવી છે. 270 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતી વેસ્ટ ઈન્ડિઝ માટે મેથ્યૂઝે અણનમ 159 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સના કારણે ટીમે માત્ર 38.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ટીમ તરફથી એમી હન્ટરે 96 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે ગેબી લૂઇસે 39 અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 30 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અફી ફ્લેચરે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે હેલી મેથ્યૂઝે પણ બોલિંગમાં કમાલ દેખાડતા 3 વિકેટ પોતાના નામે કરી હતી.
270 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વેસ્ટ ઈન્ડિઝને મેથ્યૂઝ અને રિયાલિયાના ગ્રિમોન્ડે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 258 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ, જે વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની. ગ્રિમોન્ડે 91 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી, જ્યારે મેથ્યૂઝ અંત સુધી અણનમ રહી 123 બોલમાં 159 રન ફટકાર્યા. તેની ઇનિંગ્સમાં 24 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો.
હેલી મેથ્યૂઝના આ સર્વાંગી પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. તેણે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે, જ્યારે મેથ્યૂઝની આ ઇનિંગ્સ મહિલા વન-ડે ક્રિકેટની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક તરીકે યાદ રાખવામાં આવશે.
Ireland – 269/10
West Indies – 270/1Hayley Matthews – 159* (123) 🔥
4⃣ x 24, 6⃣ x 2 pic.twitter.com/xI1uaOTevO— Cricbuzz (@cricbuzz) July 10, 2026
