
બંને ટીમો હવે સોમવારે બીજી વનડેમાં ટકરાશે…
સ્પિનરોની ચુસ્ત બોલિંગ બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સુકાની મેગ લેનિંગની અણનમ અડધી સદીના લીધે શુક્રવારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 49.1 ઓવરમાં 180 રનમાં આઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 33.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ન્યુઝીલેન્ડ તરફથી મેડી ગ્રીન 35 રન બનાવ્યા. તેમના સિવાય કેટી પાર્ક્સે 32 અને કેટી માર્ટિને 21 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર જ્યોર્જિયા વેરહમે 23 રનમાં બે વિકેટ ઝડપી હતી. જેસ જોનાસન અને સોફી મોલિન્યુકીતે તેનો સારો સહયોગ આપ્યો અને બે વિકેટ લીધી.
નાના લક્ષ્યનો પીછો કરતા ટીમને ઓસ્ટ્રેલિયાની ઓપનર રચેલ હેન્સ (44) અને એલિસા હિલિ (26) એ મજબૂત શરૂઆત આપી. આ પછી, લેનિંગે 70 બોલમાં અણનમ 62 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
