પ્રથમ બે મેચમાં રોમાંચક જીત સાથે શ્રેણી જીતી ચૂકેલી ભારતીય ટીમ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ક્લીન સ્વીપ કરવાના ઉદ્દેશ્ય સાથે કોઈ પણ પ્રકારની ઢીલ વગર મેદાનમાં ઉતરશે.
વેસ્ટ ઈન્ડિઝ વનડેમાં તેમની હારનો સિલસિલો તોડવાનું લક્ષ્ય રાખશે કારણ કે તેને અગાઉ બાંગ્લાદેશ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ODI ફોર્મેટમાં સતત 12મી શ્રેણી જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક જ વિરોધી સામે ટીમનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે છે પરંતુ તે જીતની ગતિ જાળવી રાખવા માટે ટીમનું સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ અગાઉની મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં નિષ્ફળતા છતાં બીજી તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડશે. રવીન્દ્ર જાડેજાને શિખર ધવનની સાથે આ શ્રેણી માટે વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તે ઓલરાઉન્ડર તરીકે પ્રથમ પસંદગી હતો પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પ્રથમ બે મેચો ચૂકી ગયો હતો. જાડેજા ત્રીજી મેચમાં રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ નિશ્ચિત નથી કારણ કે અક્ષર પટેલે તેની ગેરહાજરીમાં બીજી મેચમાં અણનમ 64 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટ પટેલના પ્રદર્શનને અવગણી શકે નહીં.
જો ધવન બે ડાબોડી સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના ધરાવે છે તો યુઝવેન્દ્ર ચહલે બહાર બેસવું પડી શકે છે. પરંતુ તેના કારણે ભારતીય બોલિંગમાં વિવિધતાનો અભાવ જોવા મળી શકે છે.
સંભવિત પ્લેઈંગ-11
ભારત: શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટમેન), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન.