શનિવારે પ્રથમ ODI મેચમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં, 21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ અબ્બાસે ન્યુઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું. પાકિસ્તાનમાં જન્મેલા મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો. તેના નામે વનડે ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે.
ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કરતા, મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાન સામે 26 બોલમાં 200 ના સ્ટ્રાઇક રેટથી 52 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે વનડે ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય બેટ્સમેન કૃણાલ પંડ્યાને પાછળ છોડી દીધો.
મોહમ્મદ અબ્બાસે પોતાના વનડે ડેબ્યૂમાં માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ વનડે ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના કૃણાલ પંડ્યાના નામે હતો, જેણે 2021માં ઈંગ્લેન્ડ સામે 26 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ODI ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન:
મોહમ્મદ અબ્બાસ (ન્યુઝીલેન્ડ) – 24 બોલ
કૃણાલ પંડ્યા (ભારત) – 26 બોલ
ઈશાન કિશન (ભારત) – ૩૩ બોલ
રોલેન્ડ બુચર (ઇંગ્લેન્ડ) – 35 બોલ
જોન મોરિસ (ઇંગ્લેન્ડ) – 35 બોલ
મોહમ્મદ અબ્બાસ કોણ છે?
મોહમ્મદ અબ્બાસનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો, પરંતુ તે ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન માટે ક્રિકેટ રમ્યો હતો. તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમનાર અઝહર અબ્બાસનો પુત્ર છે. અઝહર અબ્બાસે ૧૯૯૪/૯૫ થી ૨૦૦૩/૦૪ સુધી પાકિસ્તાન માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યો હતો.
મુહમ્મદ અબ્બાસે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 21 ફર્સ્ટ ક્લાસ, 15 લિસ્ટ-એ અને 19 ટી20 મેચ રમી છે, તેમણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 1301, લિસ્ટ-એમાં 454 અને ટી20 મેચોમાં 391 રન બનાવ્યા છે. આ ઉપરાંત, અબ્બાસે ફર્સ્ટ ક્લાસમાં 12 વિકેટ, લિસ્ટ-એમાં 5 વિકેટ અને ટી20માં 2 વિકેટ લીધી છે.