ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડેમાં ભારતને 7 વિકેટે હરાવીને શ્રેણીની શરૂઆત કરી હતી. ત્રણ મેચોની ODI શ્રેણીની બીજી મેચ રવિવારે (27 નવેમ્બર) હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાશે.
સિરીઝમાં ટકી રહેવા માટે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ટી20 શ્રેણીમાં વરસાદના કારણે મેચ પ્રભાવિત થઈ હતી અને હવે વનડે શ્રેણીની બીજી મેચ પણ વરસાદના પડછાયા હેઠળ છે.
ODI વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 11 મહિના બાકી છે, બંને ટીમો તેમની સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવનની શોધમાં છે. પ્રથમ ODIમાં ભારતનો પરાજય થયો, ટોમ લાથમ અને કેન વિલિયમસને બેવડી સદીની ભાગીદારી કરીને ભારતને હરાવી દીધું.
હેમિલ્ટનમાં રવિવારની મેચ દરમિયાન હવામાન ખરાબ રહેવાનું છે. જે ફેન્સ માટે સારા સમાચાર નથી. રવિવારે તાપમાન 16 થી 18 ડિગ્રીની વચ્ચે રહેશે. બપોર બાદ વરસાદની પણ શક્યતા છે. આગાહી મુજબ, દિવસ વાદળછાયું રહેશે અને વાવાઝોડાની 19 ટકા સંભાવના સાથે 4 કલાક માટે 10.7 મીમી વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન તેજ પવન અને હવામાન ઠંડુ રહેશે.
પિચ રિપોર્ટ:
ન્યુઝીલેન્ડની અન્ય પીચોની જેમ, સેડન પોર્ક પીચ પણ બેટ્સમેનો માટે મદદરૂપ છે. પ્રથમ વનડેની જેમ આ મેચમાં પણ ઘણા રન થવાના છે. ઝડપી બોલરોને પણ મદદ મળશે.
