ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી માટે 23 જૂનનો દિવસ જીવનભર યાદગાર બની ગયો. માત્ર 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર વૈભવને જ્યારે પ્રથમ વખત ભારતીય ટીમની સત્તાવાર જર્સી મળી, ત્યારે તે પોતાની લાગણીઓ છુપાવી શક્યો નહોતો. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ભાવુક વીડિયોમાં વૈભવની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
વીડિયોમાં જોવા મળે છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાફ સભ્ય દ્વારા વૈભવને તેની જર્સી આપવામાં આવે છે. જર્સી હાથમાં લેતાં જ તેના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે અને તે ક્ષણને યાદગાર બનાવવા માટે તે ખૂબ જ ભાવુક બની જાય છે. જર્સી પર પોતાનું નામ જોઈને વૈભવ થોડા સમય માટે શબ્દવિહોણો બની ગયો હતો.
વૈભવે કહ્યું કે, “જે દિવસ માટે મેં પહેલીવાર બેટ હાથમાં લીધો હતો અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, તે દિવસ આજે આવી ગયો છે. આ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે. આ બધું એક સપના જેવું લાગે છે.” તેણે વધુમાં ઉમેર્યું કે ઘણી વખત જીવનમાં એવી વસ્તુઓ બની જાય છે જેની આપણે કલ્પના પણ નથી કરતા અને હાલ તેની સાથે પણ એવું જ થઈ રહ્યું છે.
તાજેતરમાં વૈભવે ઈન્ડિયા-એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રીલંકા-એ સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની સતત સફળતાના કારણે તેને આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં તક મળી છે.
જો વૈભવને આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની તક મળશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સૌથી યુવા ભારતીય ખેલાડીઓમાં સામેલ થઈ શકે છે. ક્રિકેટપ્રેમીઓ હવે આતુરતાથી તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચની રાહ જોઈ રહ્યા છે.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026
