પંજાબની ભગવંત માન સરકારે રાજ્યસભા સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંઘની Z+ કેટેગરીની સુરક્ષા અચાનક પાછી લઈ લીધી છે. તેમના જલંધર ઘરની બહારથી 9-10 સુરક્ષાકર્મીઓ હટાવી દેવાયા અને સરકારી પાયલટ કાર પણ પાછી બોલાવી લેવામાં આવી.
આમ આદમી પાર્ટી (AAP) એ હરભજન સિંહને પંજાબથી રાજ્યસભામાં મોકલ્યા હતા. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.
હરભજન સિંહ AAP છોડીને ભાજપમાં જોડાયા હોવાના રાઘવ ચઢ્ઢાના દાવાઓ વચ્ચે, પંજાબ સરકારે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદને આપવામાં આવેલ સુરક્ષા કવચ પાછી ખેંચી લીધી છે. પંજાબ સરકારે હરભજનને ‘Z-પ્લસ’ શ્રેણીની સુરક્ષા આપી હતી.
पंजाब सरकार ने हरभजन सिंह की Z+ सिक्योरिटी हटाई। pic.twitter.com/42SnOz9eU0
— Lutyens Media (@LutyensMediaIN) April 26, 2026
