
ઘૂંટણની સમસ્યાને કારણે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ત્રણ ટી -20 મેચમાં રમ્યો ન હતો…
સનરાઇઝર્સ હૈદરાબાદના યોર્કર કિંગ ટી નટરાજનને આજે એક ટ્વિટમાં માહિતી આપી છે કે તેની ઘૂંટણની સર્જરી થઈ છે. તેણે હોસ્પિટલ સ્ટાફ અને બીસીસીઆઈનો આભાર માન્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં જ નટરાજનને ઘૂંટણની ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો. ડાબા હાથના પેસરે ઓસ્ટ્રેલિયામાં ઘૂંટણની ઈજા પહોંચી હતી જે હવે ફરી વધી છે. તે આઈપીએલ 2021માં ફક્ત બે મેચ રમી શક્યો હતો.
તેણે ટ્વિટ કરીને લખ્યું કે- આજે મારી ઘૂંટણની સર્જરી થઈ છે અને હું સર્જનો, ડોકટરો, નર્સો અને સ્ટાફની કુશળતા, ધ્યાન અને દયા માટે આભારી છું. હું બીસીસીઆઈ અને તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી.
Today, I underwent knee surgery- and am grateful for the expertise, attention and kindness of the medical team, surgeons, doctors, nurses and staff. I’m grateful to @bcci and to all that have wished well for me. pic.twitter.com/Z6pmqzfaFj
— Natarajan (@Natarajan_91) April 27, 2021
બોર્ડર-ગાવસ્કર શ્રેણી બાદ ઘૂંટણની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ તેણે ઘણી રાહત આપી દીધી છે. ગયા મહિને, નટરાજન ઘૂંટણની સમસ્યાને કારણે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ત્રણ ટી -20 મેચમાં રમ્યો ન હતો.
