ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની IPL સિઝન હમણાં જ સમાપ્ત થઈ. તેણે ચાલુ સિઝનમાં ચાર અડધી સદી ફટકારી છે. તેના જોરદાર પ્રદર્શનને કારણે તેને ભારતીય ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું પરંતુ લગ્નના કારણે તે આ પ્રવાસમાંથી બહાર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યા પછી, ઋતુરાજ ગાયકવાડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધોની સાથે છે અને તેની બાજુમાં ઉત્કર્ષ પવાર છે, જે તેની ભાવિ પત્ની છે.
ઋતુરાજે પહેલીવાર ઉત્કર્ષ સાથેનો ફોટો જાહેરમાં શેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને જૂનના પહેલા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાય તેવી શક્યતા છે અને તેથી જ તેમણે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડ ન જવાનો નિર્ણય કર્યો છે.
તેમના સ્થાને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ જીત્યા બાદ ટ્રોફી માટે પોઝ આપતા ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષ. જ્યારે તેની ભાવિ પત્ની પણ પ્રોફેશનલ ક્રિકેટર છે અને તે મહારાષ્ટ્રની સ્થાનિક મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ છે.
તે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથની મધ્યમ ગતિની બોલિંગ પણ કરે છે. 13 ઓક્ટોબર 1998ના રોજ જન્મેલી ઉત્કર્ષા બાળપણથી જ રમતગમતમાં સક્રિય હતી. તેણે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
ઋતુરાજ ગાયકવાડે 2021માં જોરદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેણે IPL 2021માં 16 મેચમાં 635 રન બનાવ્યા અને આ વખતે IPL 2023માં તેણે 16 મેચમાં 590 રન બનાવ્યા.
View this post on Instagram
