IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી પસંદગી મળ્યા બાદ પણ આખી સીઝન બેન્ચ પર બેઠેલા યુવા ફાસ્ટ બોલર ઓમકાર તરમલેએ હવે પોતાની બોલિંગથી જોરદાર જવાબ આપ્યો છે. મુંબઈ T20 લીગ 2026માં ઓમકાર એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેના કારણે તે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. તેણે આકાશ ટાઈગર્સ MWS સામેની મેચમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને યાદગાર હેટ્રિક નોંધાવી હતી.
22 વર્ષીય ઓમકાર તરમલે મુંબઈના પ્રતિભાશાળી જમણા હાથના ઝડપી બોલર છે. તેની ઝડપ 140 કિમી પ્રતિ કલાકથી વધુ રહેતી હોવાથી તે પહેલેથી જ પસંદગીકારોની નજરમાં હતા. આ પ્રતિભાને ધ્યાનમાં રાખીને SRHએ તેને IPL 2026 માટે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ આખી ટૂર્નામેન્ટ દરમિયાન તેને એક પણ મેચમાં તક મળી નહોતી.
મુંબઈ T20 લીગમાં જોકે ઓમકાર પોતાની ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું. તેણે માત્ર બે ઓવરના સ્પેલમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી અને હેટ્રિક પૂર્ણ કરી. આ સિદ્ધિ સાથે તેઓ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં હેટ્રિક લેનારા ગણતરીના બોલરોમાં સામેલ થયા છે. તેની આ જબરદસ્ત બોલિંગ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.
ઓમકારનું આ પ્રદર્શન માત્ર એક વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ IPLમાં તક ન મળેલા ખેલાડીઓ માટે પણ મોટો સંદેશ છે. જો તે આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો આગામી IPL સીઝનમાં તેને માત્ર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટમાં પણ મોટી ઓળખ મળી શકે છે. હાલમાં મુંબઈ T20 લીગમાં તેની હેટ્રિકે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોને પ્રભાવિત કરી દીધા છે.
IPL 2026 में सनराइजर्स हैदराबाद ने नहीं दिया मौका, अब ओंकार तरमले ने मुंबई टी20 लीग में हैट्रिक लेकर दिया जवाबhttps://t.co/Gbs4mYOITU
— India TV (@indiatvnews) June 3, 2026
