
5 મેચની ટી-20 શ્રેણી રમવા માટે બાંગ્લાદેશ પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમ 4-1થી હારી ગઈ હતી. બાંગ્લાદેશે પાંચ મેચની શ્રેણી પહેલા જ જીતી લીધી હતી. શ્રેણીમાં 3-0થી પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ચોથી મેચ જીતી હતી. જોકે ચૌથી મેચ ઓસ્ટ્રેલિયાએ સાનદાર રીતે મેચ જીતી હતી અને શાકિબે હવે તેનો બદલો પાંચમી મેચમાં લીધો છે. બાંગ્લાદેશે શાકિબની શાનદાર બોલિંગના આધારે 60 રને પાંચમી ટી-20 જીતી હતી. આ લો સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 122 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 62 રનમાં સમેટાઇ ગઇ હતી. શાકિબે 3.4 ઓવરમાં માત્ર નવ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
પાંચમી અને અંતિમ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 122 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને ડેન ક્રિશ્ચિયને 2-2 વિકેટ લીધી હતી, જ્યારે એશ્ટન ટર્નર, એશ્ટન અગર અને એડમ ઝમ્પાએ 1-1 વિકેટ લીધી હતી.
122ના સ્કોરનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનર ડેન ક્રિશ્ચિયન ત્રણ બોલમાં ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા નંબરે ઉતરેલો મિશેલ માર્શ પણ કેપ્ટન વેડનો સાથ ન આપી શક્યો અને ચાર રન બનાવીને એલબીડબલ્યુ બની ગયો. કેપ્ટન વેડ થોડો સમય પિચ પર રહ્યો પરંતુ તે પણ મોટો સ્કોર બનાવી શક્યો નહીં. તેને 22ના વ્યક્તિગત સ્કોર પર શાકિબ અલ હસને બોલ્ડ કર્યો હતો. વેડ પેવેલિયન પરત ફર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. ટૂંક સમયમાં જ આખી ટીમ 62 રન પર પરત ફરી.
આ મેચમાં હાર સાથે ઓસ્ટ્રેલિયાએ ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા. ટી-20 ક્રિકેટમાં ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2021માં એક પણ ટી 20 શ્રેણી જીતી નથી. અગાઉ તેને વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
What a series for Bangladesh #BANvAUS pic.twitter.com/pwBZfYFTBT
— ICC (@ICC) August 9, 2021
