
બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવી શકી હતી…
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે મજબૂત જીત મેળવી છે, ટી-20 ઇતિહાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મંગળવારે રમાયેલી પ્રથમ ટી 20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 7 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ઉત્તમ બોલિંગ સામે 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાનોએ 23 રનની જીત સાથે 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. બાંગ્લાદેશની ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હોય તેવું ટી 20 ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવી શકી. હેઝલવુડે 3 જ્યારે મિશેલ સ્ટાર્કે બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
Bangladesh win their first-ever T20I against Australia
Nasum Ahmed’s sensational performance of 4/19 helps the hosts clinch a 23-run victory in Dhaka
#BANvAUS | https://t.co/PlxU4Zp9fM pic.twitter.com/Wz97VnSuAW
— ICC (@ICC) August 3, 2021
લક્ષ્યનો પીછો કરવા આવેલા ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ટીમના 7 બેટ્સમેન બે આંકડામાં પણ પહોંચી શક્યા ન હતા. મિશેલ માર્શે એકલા સંઘર્ષ કર્યો અને 45 બોલમાં 45 રન બનાવ્યા. નસુમ અહમદે 4 ઓવરમાં 19 રન આપીને ચાર વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયા સામેની આ ઐતિહાસિક જીતનો હીરો બન્યો.

