ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોના સંક્રમણને કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે કહ્યું કે પસંદગી સમિતિએ શમીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે.
34 વર્ષીય ઉમેશ યાદવે ઓક્ટોબર 2018માં ભારત માટે તેની છેલ્લી ODI રમી હતી, જ્યારે T20 ઈન્ટરનેશનલ ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આવી સ્થિતિમાં ઉમેશ યાદવ માટે T20 વર્લ્ડ કપ પહેલા ટીમમાં વાપસીના સારા સમાચાર છે. જોકે તેને વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.
ભારતીય T20 ટીમમાં વાપસી પર ફાસ્ટ બોલરે એક ટ્વિટ દ્વારા પોતાની લાગણી શેર કરી છે. ઉમેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું, “પાછા આવીને આનંદ થયો. ચાલો જઈએ.” શમીના ટીમમાંથી બહાર થયાના બીજા જ દિવસે ઉમેશ યાદવને પ્રથમ T20 મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે રવિવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો અને બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
Good to be back. Let's go. 🇮🇳💙 pic.twitter.com/XT9yN0exwX
— Umesh Yaadav (@y_umesh) September 18, 2022
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી મોહાલીમાં ત્રણ ટી-20 મેચોની શ્રેણી શરૂ થશે. આ સિવાય એક મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં અને એક મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.