
સંબંધોમાં તણાવને કારણે ભારત-પાકિસ્તાને એક દાયકાથી એકબીજા વચ્ચે ક્રિકેટ રમ્યું નથી…
પાકિસ્તાનના ક્રિકેટરોને ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે વિઝા મળશે. બોર્ડ ઓફ સેક્રેટરી જય શાહને સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ બોર્ડ ઓફ સેક્રેટરીએ આ માહિતી આપી હતી. શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ટી 20 વર્લ્ડ કપ નવ સ્થળોએ યોજાશે અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે તેવું પણ જાણવા મળ્યું છે.
અન્ય સ્થળોએ દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાળા અને લખનઉનો સમાવેશ થાય છે. કાઉન્સિલના સભ્યએ કહ્યું કે, ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિઝા મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે ચાહકોને આવવા દેવામાં આવશે કે નહીં. તે સમયસર નક્કી કરવામાં આવશે’.
