
ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. ગ્રુપ-2માં ભારત સામે 10 વિકેટની જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરનાર પાકિસ્તાનની ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ મેચો જીતી લીધી છે.
બાબર આઝમની આગેવાની હેઠળની આ ટીમ હવે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે, આજે રાત્રે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ પહેલા પાકિસ્તાની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લી મેચમાં 18 બોલમાં અડધી સદી ફટકારનાર શોએબ મલિક અને ટીમના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ની ફિટનેસ પર મોટો સવાલ ઉભો થયો છે.
બંને ખેલાડીઓ સેમિફાઇનલ મેચના એક દિવસ પહેલા ટ્રેનિંગ સેશન ચૂકી ગયા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે રિઝવાન અને શોએબને ફ્લૂ થઈ ગયો છે. તેણે વીડિયોમાં કહ્યું, ‘મેચ પહેલા કેટલાક હેરાન કરનારા સમાચાર આવી રહ્યા છે કે શોએબ મલિક અને મોહમ્મદ રિઝવાન ફ્લૂથી પીડિત છે, તેમને ઈન્જેક્શન આપવામાં આવે, તેમને ડ્રિપ કરવામાં આવે અને મેચ માટે સેટ કરવામાં આવે. હું પૂરી આશા રાખું છું કે બંને સેમિ-ફાઇનલ મેચમાં રમી શકશે અને પૂરી તાકાતથી રમી શકશે અને ફ્લૂ તેમના રસ્તામાં નહીં આવે.
And the big one. PAKISTAN vs AUSTRALIA.
kamar kas lain boys, tagray ho jaayen @iMRizwanPak & @realshoaibmalik. Zor lagana hai. You’ll be fine InshAllah.Full video: https://t.co/w7RYbeixeg pic.twitter.com/7pgqaZBHZy
— Shoaib Akhtar (@shoaib100mph) November 10, 2021
શોએબ મલિકે સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચમાં માત્ર 18 બોલમાં 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે જ સમયે, રિઝવાને પાંચ મેચમાં 71.33ની એવરેજથી 214 રન બનાવ્યા છે. ટીમ માટે રિઝવાન કરતા વધુ રન ફક્ત કેપ્ટન બાબર આઝમના બેટથી આવ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની ચાહકો પ્રાર્થના કરશે કે આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં ચોક્કસપણે ઉતરે.
