ભારતીય ટીમે શનિવારે (27 જુલાઈ) પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભારતની શાનદાર જીતનો હીરો હતો, જેણે 26 બોલમાં 58 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
સૂર્યકુમાર T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર આ ફોર્મેટમાં 69મી મેચમાં 16મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. આ યાદીમાં તેણે 125 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચ બનેલા વિરાટ કોહલીની બરાબરી કરી છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર સિવાય રિષભ પંતે 33 બોલમાં 49 રન, યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 40 રન અને શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા.
જવાબમાં શ્રીલંકાની ટીમ સારી શરૂઆત છતાં છેલ્લી ઓવરોમાં પડી ભાંગી હતી. 14 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુકસાને 140 રન હતો, પરંતુ પછીની 5.2 ઓવરમાં 9 વિકેટ પડી ગઈ હતી. ટોપ સ્કોરર પથુમ નિસાન્કાએ 48 બોલમાં 79 રન બનાવ્યા હતા જ્યારે સાથી ઓપનર કુસલ મેન્ડિસે 27 બોલમાં 45 રન બનાવ્યા હતા. ટીમના સાત બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. જેના કારણે શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Most POTM awards in T20Is
16 – Suryakumar Yadav (69 mats)*
16 – Virat Kohli (125)
15 – Sikandar Raza (91)
14 – Mohd Nabi (129)
14 – Rohit Sharma (159)
14 – Virandeep Singh (78)— saurabh sharma (@cntact2saurabh) July 28, 2024