ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાનારી બે મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ક્રિકેટ આયર્લેન્ડે ચાહકો અને પ્રસારણકારોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહત્વપૂર્ણ મેચ સાથે સમયની અથડામણ થવાની સંભાવના હોવાથી પુરુષોની ભારત-આયરલેન્ડ શ્રેણીની મેચો હવે અગાઉ નક્કી કરાયેલા સમય કરતાં એક કલાક વહેલી શરૂ થશે.
અગાઉ બંને ટી20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ નવા નિર્ણય મુજબ હવે મેચો સાંજે 6 વાગ્યે શરૂ થશે. સ્થાનિક સમય પ્રમાણે મેચો બપોરે 1:30 વાગ્યે રમાશે. આ ફેરફારનો મુખ્ય હેતુ એ છે કે ક્રિકેટ ચાહકો ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોની મહત્વપૂર્ણ મેચોનો આનંદ કોઈ મુશ્કેલી વિના માણી શકે.
મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ ગ્રુપ મેચોમાંથી એક માનવામાં આવી રહી છે. તેથી આયોજકોએ બંને મેચોના દર્શકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
બીજી તરફ ભારતની પુરુષ ટીમ માટે આ શ્રેણી ખાસ મહત્વ ધરાવે છે. નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ મેદાનમાં ઉતરશે અને યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની પણ ચર્ચા ચાલી રહી છે. ટીમ મેનેજમેન્ટ આ શ્રેણી દ્વારા ભવિષ્યના ખેલાડીઓનું મૂલ્યાંકન કરવા માંગે છે.
ભારતનો આયરલેન્ડ સામેનો ટી20 રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી આયરલેન્ડ સામે કોઈ ટી20 મેચ હારી નથી. હવે સમયમાં ફેરફાર બાદ ક્રિકેટપ્રેમીઓને એક જ દિવસે ભારતની મહિલા અને પુરુષ બંને ટીમોની મેચોનો રોમાંચ માણવાની તક મળશે.
Match timings revised.🏏⏰#ICYMI: The India-Ireland T20I series in Belfast will now begin at 6 PM IST, instead of the originally scheduled 7 PM IST, to avoid a clash with India’s ICC Women’s T20 World Cup fixture. pic.twitter.com/39gfVyFjmQ
— CricTracker (@Cricketracker) June 25, 2026
