ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મૂળ નિર્ધારિત મેચ બાદમાં બદલાઈ ગઈ હતી. ભારતીય સમય અનુસાર મોડી રાત સુધી મેચ ચાલવાની હતી. આને ધ્યાનમાં રાખીને, સમય બદલવાનો નિર્ણય પ્રથમ T20ના બે દિવસ પહેલા લેવામાં આવ્યો હતો.
પ્રથમ ટી20 મેચ ડરબનમાં રમાવાની હતી પરંતુ વરસાદે ટોસ પણ થવા દીધો ન હતો. બે કલાકની રાહ જોયા બાદ આખરે અમ્પાયરે મેચ રદ્દ કરવી પડી હતી. બીજી T20 મેચ આજે ગયાબરખા (પોર્ટ એલિઝાબેથ)માં રમાશે. બંને ટીમો માટે આ એક મહત્વપૂર્ણ મેચ છે.
છેલ્લી મેચનો સમય ભારતીય સમય અનુસાર સાંજે 7:30નો રાખવામાં આવ્યો હતો. ટોસનો સમય 7 વાગ્યાનો હતો. આ પછી ફરી એકવાર મેચનો સમય બદલાયો છે. આ વખતે મેચ એક કલાક મોડી શરૂ થશે. સ્થળ બદલાવાની સાથે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
બીજી T20 મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે. આ મેચની ટોસ રાત્રે 8 વાગ્યે યોજાવાની છે. મેચમાં વરસાદનો પણ ખતરો છે. આવી સ્થિતિમાં આ મેચનું આયોજન સફળતાપૂર્વક થશે કે કેમ તે જોવું રહ્યું. ચાહકો ઈચ્છે છે કે મેચ સમયસર શરૂ થાય પરંતુ વરસાદની 45 ટકા શક્યતા છે.
સાઉથ આફ્રિકાની સંભવિત XI: રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, ટ્રિસ્ટન સ્ટબ્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેક્લુકવાયો, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, તબ્રેઈઝ શમ્સી.
ભારતની સંભવિત XI: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.