
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જાણવા મળ્યું છે કે રવિ શાસ્ત્રીએ BCCIના કેટલાક સભ્યોને જાણ કરી છે કે તેઓ આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા સાથે અલગ થવાનું વિચારી રહ્યા છે. જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીનો કરાર આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. જોકે બીસીસીઆઈ ટીમ ઈન્ડિયા માટે નવો કોચિંગ સ્ટાફ પણ ઈચ્છે છે.
શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારત એક પણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી:
રવિ શાસ્ત્રીના કોચ હેઠળ 2015 વર્લ્ડ કપ, 2016 ટી-20 વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ ભારત જીતી શક્યું નથી, ત્યારબાદ રવિ શાસ્ત્રીના રાજીનામાની માંગ ઉગ્ર બની છે. શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ -2021 સુધીનો છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા રવિ શાસ્ત્રીના મુખ્ય કોચ હેઠળ આઈસીસીની કોઈપણ ટુર્નામેન્ટ જીતી શકી નથી.
રવિ શાસ્ત્રીની જગ્યા હવે એમ માનવામાં આવી રહ્યું છે કે, શ્રીલંકા ગઈલી ભારતની B ટીમના કોચ રાહુલ દ્રવિડ પર મહોર લાગી શકે છે.
