જોશુઆ દા સિલ્વાની પ્રથમ ટેસ્ટ સદી પછી કાયલ માયર્સની ઘાતક બોલિંગ હતી કારણ કે વેસ્ટ ઈન્ડિઝે રવિવારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.
માયર્સે 18 રનમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે કેમાર રોચે 10 રનમાં બે વિકેટ લીધી હતી, એના કારણે મેચ ચોથા દિવસે ઈંગ્લેન્ડનો બીજો દાવ 120 રનમાં સમેટાઈ ગયો હતો.
આમ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 28 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 4.5 ઓવરમાં વિના નુકશાને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 20 અને જોન કેમ્પબેલે છ રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે જોશુ સિલ્વાના અણનમ 100 રનની મદદથી પ્રથમ દાવમાં 297 રન બનાવીને 93 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 204 રન બનાવ્યા હતા. આ હારથી ઈંગ્લેન્ડની કેરેબિયન ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાની રાહ છેલ્લા 18 વર્ષથી લંબાઈ હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2019 પછી તેમની ધરતી પર તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ઈંગ્લેન્ડે તેનો બીજો દાવ સવારે આઠ વિકેટે 103 રન પર લંબાવ્યો અને 17 રન ઉમેરીને બાકીની બે વિકેટ ગુમાવી દીધી. ક્રિસ વોક્સ (19) બે અંક સુધી પહોંચનાર ત્રીજો બેટ્સમેન બન્યો.
આ બંને ટીમો વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના નીચલા ક્રમના બેટ્સમેન અને વિકેટકીપર જોશુઆ દા સિલ્વા વિજયનો મોટો સુત્રધાર હતો.