શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ગાલેમાં આગામી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
બે મેચની આ ટેસ્ટ શ્રેણીમાં મુલાકાતી ટીમ 1-0થી આગળ છે. શાહીન આફ્રિદી ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આફ્રિદી મંગળવારે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે માત્ર 7 ઓવર જ ફેંકી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે કહ્યું કે તે શ્રીલંકામાં ટીમ સાથે રહેશે અને પુનર્વસનમાંથી પસાર થશે. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ ચાર વિકેટે જીતી હતી જેમાં આફ્રિદીએ ચાર વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટ રવિવારથી શરૂ થશે.
ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શાહીન આફ્રિદીની ઈજાથી રાહતનો શ્વાસ લીધો હશે. વાસ્તવમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં, બુમરાહ 45 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ટોચ પર છે. આ સાથે જ આફ્રિદી 41 વિકેટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. આફ્રિદી હવે ભાગ્યે જ બુમરાહને હરાવી શકશે.
Shaheen Afridi will miss the second Test in Galle because of knee injury. #SLvPak
— Mazher Arshad (@MazherArshad) July 21, 2022
પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. બાબર આઝમે પ્રથમ દાવમાં સદી ફટકારીને ટીમની લાજ બચાવી હતી, જ્યારે બીજી ઈનિંગમાં 22 વર્ષીય અબ્દુલ્લા શફીકે અણનમ 160 રનના રેકોર્ડ 344 રનનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. બીજી મેચ પણ આ જ મેદાન પર રમાવાની છે.