TEST SERIES

અફઘાનિસ્તાનના મુખ્ય કોચે ICC સમક્ષ કરી આ મોટી માંગણી

Pic- Afghanistan cricket board

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારથી પીસીએ ન્યૂ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાન પાસે ભારત સામે ટેસ્ટ મેચ રમવા અને તેમની ક્ષમતા ચકાસવા માટે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે. અફઘાનિસ્તાનના મુખ્ય કોચ રિચાર્ડ પાયબસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને એક મહત્વપૂર્ણ માંગ કરી છે. તેમણે આઈસીસીને તેમની ટીમ માટે ટેસ્ટ કેલેન્ડર આપવા વિનંતી કરી છે. પાયબસે જણાવ્યું હતું કે દેશમાં રેડ-બોલ ક્રિકેટ ટકાવી રાખવા માટે ક્યારેક ક્યારેક ટેસ્ટ મેચ પૂરતી નથી.

એક પ્રેસ કોન્ફરન્સમાં, પાયબસે કહ્યું, ‘ભારત આવવું અને ભારત સામે રમવું હંમેશા વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટા પડકારોમાંનું એક રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે ભારતને ઘરઆંગણે હરાવવું ખૂબ મુશ્કેલ છે.’ તેમણે વધુમાં ઉમેર્યું, ‘આ વર્ષે અમને ઘણું ક્રિકેટ પૂરું પાડવા બદલ BCCI ને શ્રેય જાય છે, જે અમારા માટે શાનદાર છે.’

ઉપરાંત કયું, ‘સંપૂર્ણ સભ્યપદ મેળવવું એ દેશ માટે એક વસ્તુ છે, પરંતુ તે પછી, તમારે સંપૂર્ણ સમયપત્રકની જરૂર છે. હું ઇચ્છું છું કે અન્ય વરિષ્ઠ પૂર્ણ સભ્ય ટીમો પણ તેમના સમયપત્રકનું સંકલન કરવાનું શરૂ કરે. આપણે હવે એવી સ્થિતિમાં હોઈશું જ્યાં આપણી પાસે યોગ્ય ફિક્સ્ચર સૂચિ હોય.’

એક ટેસ્ટ મેચની તકની ટીકા કરતા પાયબસે કહ્યું કે તે ખેલાડીઓને શીખવાની અને સંતુલન જાળવવાની તક આપતું નથી, એક ટેસ્ટ રમવી અને આગામી ટેસ્ટ મેચ રમતા પહેલા ચાર કે પાંચ મહિનાનો વિરામ લેવો અસામાન્ય છે, ત્રણ ટેસ્ટ કે પાંચ ટેસ્ટની શ્રેણી વધુ સારી છે, મને બે ટેસ્ટની શ્રેણીનો કોઈ અર્થ દેખાતો નથી, તમે એવી શ્રેણી નથી ઇચ્છતા જે બરાબર હોય, ત્રણ કે પાંચ ટેસ્ટની શ્રેણી હોવી જોઈએ જેથી તમે ખરેખર જીતી શકો.

અફઘાનિસ્તાને 2018માં ભારત સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. હવે, અફઘાનિસ્તાન ભારત સામે પોતાની બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. ટેસ્ટ દરજ્જો મેળવ્યા પછી, અફઘાનિસ્તાને ફક્ત 10 ટેસ્ટ મેચ રમી છે.

Exit mobile version