TEST SERIES

48 ઓવર સુધી એકલા બેટિંગ કરીને 186 રન બનાવ્યા

ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટર Tom Blundellએ આયર્લેન્ડ સામે ચાલી રહેલી એકમાત્ર ચાર દિવસીય ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઈ રહેલી મેચમાં બ્લંડેલે 292 બોલમાં 186 રનની મેરેથોન ઇનિંગ્સ રમી અને ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. તેની આ ઇનિંગ્સમાં 22 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો.

મેચની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ સારી નહોતી. ટીમે માત્ર 86 રનના સ્કોરે ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે બ્લંડેલે ક્રિઝ પર આવી ઇનિંગ્સને સંભાળી હતી. તેણે Rachin Ravindra સાથે પાંચમી વિકેટ માટે 217 રનની મોટી ભાગીદારી નોંધાવી, જેના કારણે ટીમ ફરી મેચમાં પરત ફરી શકી. રાચિન રવિન્દ્ર પણ શાનદાર લયમાં દેખાયા હતા અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બીજા દિવસે પણ બ્લંડેલનો દબદબો યથાવત રહ્યો. તેણે ડીન ફોક્સક્રોફ્ટ સાથે વધુ એક મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 490 સુધી પહોંચાડવામાં મદદ કરી. અંતે ન્યૂઝીલેન્ડે 8 વિકેટે 490 રન બનાવી પોતાની પ્રથમ ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી.

ટોમ બ્લંડેલ માટે આ ઇનિંગ્સ ખાસ એટલા માટે પણ રહી કે ડિસેમ્બર 2024 પછી આ તેનું પ્રથમ ટેસ્ટ 100 હતું. સાથે જ આ સ્કોર ન્યૂઝીલેન્ડના વિકેટકીપર તરીકે વિદેશી ધરતી પરનો સર્વોચ્ચ વ્યક્તિગત ટેસ્ટ સ્કોર પણ બન્યો. તેણે 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો છે.

Exit mobile version