ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમના ટેસ્ટ હેડ કોચ બ્રેન્ડન મેકલમે ટેસ્ટ ટીમની કોચિંગ જવાબદારીમાંથી વિદાય લીધી છે. જોકે, તેઓ ઈંગ્લેન્ડની વ્હાઇટ-બોલ (વનડે અને ટી20) ટીમના મુખ્ય કોચ તરીકે પોતાની ફરજ ચાલુ રાખશે અને હવે તેનું સંપૂર્ણ ધ્યાન 2027ના વનડે વર્લ્ડ કપ પર કેન્દ્રિત રહેશે.
2022માં ટેસ્ટ ટીમના કોચ બન્યા બાદ મેકલમ અને તત્કાલીન કેપ્ટન બેન સ્ટોક્સે ‘બેઝબોલ’ નામની આક્રમક રમતની શૈલી અપનાવી હતી. શરૂઆતમાં આ પ્રયોગ સફળ રહ્યો અને ઈંગ્લેન્ડે અનેક યાદગાર જીત મેળવી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન સતત નબળું રહ્યું. ખાસ કરીને એશિઝમાં 4-1થી હાર અને ત્યારબાદ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ટેસ્ટ ટીમ માટે નવા કોચની નિમણૂક કરવાનો નિર્ણય લીધો.
પદ છોડ્યા બાદ મેકલમે કહ્યું કે તેઓ આ નિર્ણયનો સન્માન કરે છે અને ટેસ્ટ ટીમને અપેક્ષિત સફળતા અપાવી ન શકવાના કારણે ચાહકોની માફી પણ માંગી હતી. તેણે સ્વીકાર્યું કે પરિણામો વધુ સારા હોવા જોઈએ હતા, પરંતુ તેઓ ઈંગ્લેન્ડ ક્રિકેટના ભવિષ્યને લઈને આશાવાદી છે.
હવે મેકલમનું મુખ્ય લક્ષ્ય ઈંગ્લેન્ડની વનડે અને ટી20 ટીમને વધુ મજબૂત બનાવવાનું છે. તેના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડની ટી20 ટીમે તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. ECBએ પણ સ્પષ્ટ કર્યું છે કે મેકલમનો વ્હાઇટ-બોલ ટીમ સાથેનો કરાર 2027 સુધી યથાવત રહેશે અને તેઓ આગામી મોટા ટૂર્નામેન્ટ્સ માટે ટીમને તૈયાર કરશે.
As Tom Morris (@tommorris32) of 7Cricket reports, Brendon McCullum is set to stand down as the head coach of the England Men’s Test team
He will continue is his role in white ball cricket pic.twitter.com/9d5xnGt7Xp
— Cricbuzz (@cricbuzz) July 12, 2026
