ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી વચ્ચે ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર બ્રાયડન કાર્સને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ઝડપી બોલર સોની બેકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બ્રાયડન કાર્સ સાથે ડર્બીમાં બનેલી એક ઘટનાને લઈને ક્રિકેટ રેગ્યુલેટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કાર્સ પોલીસ અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા અને તેના હાથમાં હથકડી પણ દેખાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ડર્બીની એક નાઈટક્લબની બહાર બની હતી. જોકે, કાર્સ સામે કોઈ ચાર્જ દાખલ કરવામાં આવ્યો નથી.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ ન થાય અને ઘટનાની સંપૂર્ણ હકીકત સામે ન આવે ત્યાં સુધી કાર્સ બીજી ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ નિર્ણય બાદ સોની બેકરને ટીમમાં સ્થાન મળ્યું છે. બેકર અગાઉ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી ચૂક્યો છે અને હવે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં રમવાની તક મળી શકે છે.
કાર્સ પ્રથમ ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા. હેડિંગ્લેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને 103 રનથી હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. હવે શ્રેણીની બીજી ટેસ્ટ 27 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે.
કાર્સને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથે જોડાયેલી તાજેતરની મેદાન બહારની ઘટનાઓ વચ્ચે આવ્યો છે. હવે ક્રિકેટ રેગ્યુલેટરની તપાસના પરિણામ પર સૌની નજર રહેશે.
Brydon Carse is out for the second Test against Pakistan ❌
He will be replaced in the squad for this match by Sonny Baker pic.twitter.com/qPD8dCveHh
— Cricinfo (@cricinfo) August 24, 2026

