પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં આંતરિક મતભેદોના સમાચાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજા ટેસ્ટ મેચના બીજા દિવસ દરમિયાન મેદાન પર જ પાકિસ્તાની ઝડપી બોલર Shaheen Afridi અને ટીમના બોલિંગ કોચ Umar Gul વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સિલહટમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરી રહી હતી ત્યારે ડ્રિંક્સ બ્રેક દરમિયાન શાહીન આફ્રિદી મેદાનમાં ખેલાડીઓને મેસેજ આપવા માટે ગયા હતા. અહેવાલો મુજબ, ત્યારબાદ ઉમર ગુલે તેમને ફરી એક સંદેશો પહોંચાડવા કહ્યું, પરંતુ શાહીન આ વાતથી નારાજ દેખાયા હતા.
વીડિયોમાં જોવા મળે છે કે ઉમર ગુલ શાહીનને કંઈક સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ શાહીન અસંતોષભર્યો રિએક્શન આપે છે. આ દરમિયાન તેમણે હેડ કોચ Sarfaraz Ahmed તરફ ઇશારો પણ કર્યો હતો. થોડા જ ક્ષણોમાં શાહીન ઉમર ગુલનો હાથ ઝાટકી આગળ વધતા જોવા મળ્યા, જેના કારણે મેદાન પરનો માહોલ વધુ ગરમાયો હતો. ત્યારબાદ સરફરાજ અહમદ તરત જ ઉમર ગુલ સાથે ચર્ચા કરતા પણ દેખાયા.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં હાર બાદ પણ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં તણાવના સમાચાર સામે આવ્યા હતા. એવી ચર્ચા હતી કે ટેસ્ટ કેપ્ટન Shan Masood અને શાહીન આફ્રિદી વચ્ચે હારને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. હવે મેદાન પર કોચ સાથે થયેલી આ ઘટનાએ પાકિસ્તાન ટીમના વાતાવરણને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે.
🚨Shaheen Shah Afridi reportedly disrespected Umar Gul. Umar Gul asked Shaheen to pass a specific message to the batter, but Shaheen, who was angry after being dropped, disrespectfully refused and completely ignored him. Umar Gul looked shocked and angry because of Shaheen’s poor… pic.twitter.com/nRrWaMt4UA
— Sheikh Abdullah (@Sheiikhabdulah) May 17, 2026

