સારી ટેસ્ટ ટીમ બનાવવાના પ્રયાસમાં પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં ઘણા નવા ખેલાડીઓને અજમાવ્યા છે.
બેટિંગમાં તેણે છેલ્લી 2-3 ટેસ્ટ શ્રેણીમાં નવા ચહેરાઓને તક આપી છે. એવું લાગે છે કે પાકિસ્તાનનો આ પ્રયાસ ફળીભૂત થઈ રહ્યો છે કારણ કે મિડલ ઓર્ડરમાં તેને સઈદ શકીલના રૂપમાં એવો બેટ્સમેન મળ્યો છે જે સતત રન બનાવી રહ્યો છે.
ડાબોડી બેટ્સમેન શકીલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ડેબ્યૂ બાદથી રનનો વરસાદ કરીને એક ખાસ નિશાની બનાવી છે અને હવે તેની પ્રથમ સદી પણ ફટકારી છે. શકીલે ન્યુઝીલેન્ડ સામેની બીજી કરાચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. શકીલની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે. તેણે ટીમની પ્રથમ ઇનિંગમાં 240 બોલમાં 14 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.
આટલું જ નહીં, સઈદે સતત પાંચમી ટેસ્ટ મેચમાં ઓછામાં ઓછી એક ઈનિંગમાં 50થી વધુનો સ્કોર પાર કર્યો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વ ક્રિકેટનો માત્ર 8મો અને એશિયાનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેના સિવાય એશિયન ખેલાડીઓમાં સુનીલ ગાવસ્કર અને પાકિસ્તાનના સઈદ અહેમદ (બંને 6 ટેસ્ટ)એ આ ખાસ સિદ્ધિ મેળવી છે.
Maiden Test ton for Saud Shakeel 👏#WTC23 | #PAKvNZ | 📝 https://t.co/5TMMWQ0jQl pic.twitter.com/dQFH7cil0c
— ICC (@ICC) January 4, 2023