ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન Kane Williamson અને ટીમના કેપ્ટન Tom Lathamએ ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આયર્લેન્ડ સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ દરમિયાન બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં 12 અલગ-અલગ દેશોમાં ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બન્યા છે.
આ સિદ્ધિ તેમને આયર્લેન્ડમાં ટેસ્ટ મેચ રમતા મળી, કારણ કે આ પહેલા બંને ખેલાડીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, યુએઈ અને ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા હતા. હવે આયર્લેન્ડ તેમનો 12મો ટેસ્ટ દેશ બન્યો છે.
આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 11 દેશોમાં રમવાનો રેકોર્ડ અનેક દિગ્ગજ ખેલાડીઓના નામે હતો, જેમાં Shane Warne, Ricky Ponting, Waqar Younis અને Chris Gayle જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. પરંતુ હવે કેન વિલિયમસન અને ટોમ લેથમે આ બધાને પાછળ છોડી નવો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.
ખાસ વાત એ છે કે આ ટેસ્ટ મેચ આયર્લેન્ડમાં યોજાયેલી માત્ર ત્રીજી ટેસ્ટ મેચ છે. સાથે જ ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડમાં ટેસ્ટ રમનાર વિશ્વની માત્ર ચોથી ટીમ બની છે. આ સિદ્ધિ બંને કિવી ખેલાડીઓની લાંબી અને સફળ આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
