TEST SERIES

પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં ભારે બખેડો

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં મળેલી નિરાશાજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં મોટો વિવાદ થયો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ ટીમના કેપ્ટન Shan Masood અને સ્ટાર ફાસ્ટ બોલર Shaheen Afridi વચ્ચે મેચ બાદ તીખી બોલાચાલી થઈ હતી.

રિપોર્ટ અનુસાર, 268 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનને 104 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ટીમના પ્રદર્શન અંગે ચર્ચા દરમિયાન શાન મસૂદે ખાસ કરીને બોલરોની ઘટતી ગતિ પર સવાલ ઉઠાવ્યા હતા. કહેવામાં આવે છે કે તેણે જણાવ્યું હતું કે ફાસ્ટ બોલરો પૂરતો દબાણ બનાવી શક્યા નહોતાં અને તે ટીમ માટે ચિંતાનો વિષય છે.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાન મસૂદે શાહીન આફ્રિદીની બોલિંગ સ્પીડ તરફ ઇશારો કર્યો હતો. પ્રથમ ટેસ્ટ દરમિયાન શાહીનની સરેરાશ ગતિ લગભગ 132 કિમી પ્રતિ કલાક રહી હતી, જે બાંગ્લાદેશના યુવા ઝડપી બોલર નાહિદ રાણાની ગતિ કરતાં ઓછી હતી.

કેપ્ટનની આ ટિપ્પણીથી શાહીન આફ્રિદી નારાજ થયા હતા. તેણે જવાબમાં ટીમની નબળી બેટિંગને હાર માટે જવાબદાર ગણાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહીને શાન મસૂદને પોતાની બેટિંગ પર ધ્યાન આપવાની સલાહ પણ આપી હતી.

આ વિવાદ વચ્ચે પાકિસ્તાનએ બાંગ્લાદેશ સામેના બીજા ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. શાહીન આફ્રિદીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને તેની જગ્યાએ ઝડપી બોલર ખુર્રમ શહજાદને તક આપવામાં આવી છે. બીજી તરફ ઇજાને કારણે પ્રથમ ટેસ્ટ ચૂકી ગયેલા Babar Azam બીજા ટેસ્ટમાં ટીમમાં પરત ફર્યા છે.

Exit mobile version