
રહાણેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મયંકને માથામાં ઈજા થઈ છે…
ભારતીય ઓપનર મયંક અગ્રવાલ પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માથા પર ફટકાર્યા બાદ બુધવારથી ઇંગ્લેન્ડ સામેની શરૂઆતની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય બોલરોમાં સિરાજ સૌથી ઝડપી બોલર છે. જ્યારે ભારતીય ટેસ્ટ ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મયંકને માથામાં ઈજા થઈ છે.
ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે. અન્ય તમામ ખેલાડીઓ ફિટ છે. હેલ્મેટ ખોલ્યા બાદ મયંક થોડો અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. જોકે હવે મયંકની ગેરહાજરીમાં લોકેશ રાહુલને ઓપનર તરીકે તક મળી શકે છે.
NEWS
– Mayank Agarwal ruled out of first Test due to concussion.
The 30-year-old is stable and will remain under close medical observation.
More details here – https://t.co/6B5ESUusRO #ENGvIND pic.twitter.com/UgOeHt2VQQ
— BCCI (@BCCI) August 2, 2021
રાહુલે મોટાભાગની ટેસ્ટ મેચમાં ઈનિંગની શરૂઆત કરી છે પરંતુ આ દિવસોમાં તે મિડલ ઓર્ડરમાં રમવાનું પસંદ કરે છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેન માટે બીજો વિકલ્પ બંગાળનો અભિમન્યુ ઈશ્વરન છે. જોકે, હનુમા વિહારીને ટીમમાં ઓપનર તરીકે પણ તક મળી શકે છે. વિહારી ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે અને જો તે ઓપનર તરીકે ટીમમાં જોડાય છે, તો બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરી શકાય છે.

– Mayank Agarwal ruled out of first Test due to concussion.