ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ વધુ એક ઐતિહાસિક સિદ્ધિની ખૂબ નજીક પહોંચી ગયા છે. શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં જો ગિલ 157 રન બનાવવામાં સફળ રહેશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં 3000 રન પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. હાલમાં ગિલના નામે WTCમાં 2843 રન નોંધાયેલા છે અને તેણે આ દરમિયાન અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે.
ટીમ ઈન્ડિયાના નવા યુગના નેતા તરીકે શુભમન ગિલ સતત પોતાની બેટિંગથી પ્રભાવિત કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેની શાનદાર બેટિંગે માત્ર ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું નહોતું, પરંતુ વ્યક્તિગત રીતે પણ અનેક નવા રેકોર્ડ તેના નામે નોંધાયા હતા. હવે તેની નજર WTCમાં 3000 રનના વિશેષ માઈલસ્ટોન પર છે.
આ યાદીમાં હાલમાં વિશ્વના દિગ્ગજ બેટ્સમેનો સામેલ છે, પરંતુ કોઈ પણ ભારતીય ખેલાડી હજુ સુધી 3000 રનનો આંકડો પાર કરી શક્યો નથી. ગિલ આ સિદ્ધિ હાંસલ કરશે તો તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ એક ખાસ સ્થાન મેળવી લેશે. તેની સતત બેટિંગ અને જવાબદારીપૂર્ણ કેપ્ટન્સીએ ભારતીય ટીમને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધારી છે.
શુભમન ગિલ હાલમાં WTCના વર્તમાન ચક્રમાં પણ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં સામેલ છે. તેની શાનદાર ફોર્મને જોતા ક્રિકેટ ચાહકોને આશા છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેઓ આ ઐતિહાસિક સિદ્ધિ સરળતાથી હાંસલ કરશે. જો ગિલ 157 રનનો આંકડો પાર કરશે તો WTCમાં 3000 રન બનાવનાર પ્રથમ ભારતીય તરીકે તેનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે અને ભારતીય ક્રિકેટને વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ મળશે.
WTC में इतिहास रचने से सिर्फ 157 रन दूर कप्तान शुभमन गिल, बनेंगे पहले भारतीय बल्लेबाजhttps://t.co/9a3DYMXptI
— India TV (@indiatvnews) August 3, 2026
