TEST SERIES

LIVE મેચમાં થયો મોટો અકસ્માત

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સિલહટમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચ દરમિયાન એક ભયાનક ઘટના જોવા મળી, જેના કારણે મેદાન પર થોડા સમય માટે સન્નાટો છવાઈ ગયો હતો. પાકિસ્તાનના અનુભવી ઝડપી બોલર Hasan Ali કેચ પકડવાના પ્રયાસ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેનું માથું જોરથી પિચ સાથે અથડાતા ખેલાડીઓ અને દર્શકો બંને ચિંતિત બની ગયા હતા.

આ ઘટના મેચના પ્રથમ દિવસે આઠમા ઓવરમાં બની હતી. હસન અલી પોતાની જ બોલિંગ પર બાંગ્લાદેશના બેટ્સમેન Tanzid Hasan Tamim નો કેચ લેવા માટે આગળ વધ્યા હતા. બેટનો બહારનો કિનારો લાગી બોલ હવામાં ગયો હતો, પરંતુ કેચ લેવા જતા હસન અલીનું સંતુલન બગડ્યું અને તેઓ સીધા પિચ પર પડી ગયા. પડતી વખતે તેનું માથું જમીન સાથે જોરથી અથડાયું હતું.

ઇજાના તરત બાદ હસન અલી થોડા સેકન્ડ સુધી મેદાન પર જ સ્થિર પડ્યા રહ્યા હતા. ત્યારબાદ તે માથું પકડીને પીડામાં દેખાયા હતા. પાકિસ્તાનની મેડિકલ ટીમ તરત જ મેદાનમાં પહોંચી અને પ્રાથમિક સારવાર આપી. તેને ચક્કર આવવાની ફરિયાદ થતાં સ્ટ્રેચર પર મેદાન બહાર લઈ જવાયા હતા. આ દરમિયાન પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફ પણ ખૂબ ચિંતિત દેખાયો હતો.

હસન અલીના ઓવરની બાકી રહેલી બોલિંગ Salman Ali Agha એ પૂર્ણ કરી હતી. જોકે, સદભાગ્યે હસન અલી થોડા સમય બાદ ફરી મેદાનમાં પરત ફર્યા અને 19મા ઓવરમાં બોલિંગ કરતા જોવા મળ્યા, જેના કારણે ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.

મેચની વાત કરીએ તો પાકિસ્તાનના કેપ્ટન Shan Masood એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને Mohammad Abbas એ બીજી જ બોલ પર મહમુદુલ હસન જોયને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

Exit mobile version